અમદાવાદમાં વર્ષો બાદ AMTS દ્વારા ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવી રહી છે. વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે. હવે એસજી હાઇવે સુધી પણ ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવશે. AMTS દ્વારા ત્રણ નવા રૂટ ઉપર સોમવારથી ડબલ ડેકર બસ દોડશે.