આણંદ ગુજરાતી ચોક રોડ પર દુકાનદારોના પાપે ગટરોના ગંદા પાણીની રેલમછેલ થઇ ગઇ છે. ગટર લાઇનમાં દુકાનદારો માંસ મટન સહિત અન્ય કચરો ઠાલવતાં હોવાથી વારંવાર ગટર લાઇન ચોકઅપ થઇ જતાં સમગ્ર વિસ્તારના રહીશો તોબા પોકારી ઉઠયા છે. ત્યારે આણંદ પાલિકાના સત્તાધિશો તાત્કાલિક ધોરણે દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી છે.