અમદાવાદના કાલુપુર રતનપોળના સોનાના વેપારીના ત્યાં છેલ્લા 10 વર્ષ કામ કરી વિશ્વાસ જીતી કર્મચારી 1.30 કરોડની કિંમતનું 2 કીલો સોનું લઇને નાસી છૂટ્યો હતો. આ અંગે એક મહિના પછી કાલુપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વેપારી રવિન્દ્રભાઇ સોનુ ગાળવાની અને બિસ્કીટ બનાવવાની કામગીરી કરે છે. રવિ ઠાકોરને રવિન્દ્રભાઇએ તીજોરીની ચાવી આપી હતી અને તેમાંથી સોનાની ટચ કઢાવવા માટે બે કિલો સોનું રતનપોળમાં આવેલી મહાલક્ષ્મી નામની કંપનીમાં મોકલી આપવા જણાવ્યું હતું.