જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં આગામી 18થી 22 એપ્રિલ દરમિયાન ભવ્યાતીભવ્ય દીક્ષા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ દીક્ષા સમારોહમાં 35 મુમુક્ષુ એકસાથે સંયમનો માર્ગ અપનાવશે. આ દિવસ પૂર્વેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ મહોત્સવમાં અમદાવાદમાં રહેતા 9 મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે.