શહેરના 200થી વધુ ગાર્ડમાં તબક્કાવાર બ્યુટીફિકેશનની કામગીરી ગાર્ડન વિભાગે શરૂ કરી છે. જેના ભાગરૂપે 7 ઝોનના 7 મોટા ગાર્ડનમાં વોટરબોડી બનાવાઈ છે. આ વોટર બોડીમાં કમળ, વોટર લીલી સહિત પાણીમાં થતાં છોડ લગાવાયા છે. જેથી તળાવની સુંદરતામાં વધારો થઈ શકે. નરોડાના વાસવાણી ગાર્ડનમાં વોટરબોડીમાં માછલીઓ મૂકાઈ છે. હજુ શહેરના 44 ગાર્ડનમાં આ પ્રકારની સુવિધા ઊભી કરાશે.