લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ મતદાન ન્યાયીક અને મૂકત રીતે યોજાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ગાંધીનગર ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેટીક સર્વેલન્સ ટીમોને એક્ટિવ કરી દેવાઈ છે. ત્યારે ચ - 0 સર્કલે વાહન ચેકીંગ દરમ્યાન સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્બારા એક કારમાંથી 32 લાખની રોકડ ઝડપી પાડવામાં આવી છે. જો કે, કાર ચાલક કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નહીં હોવાથી નિયમ મુજબ ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરવામાં આવી છે.