ગાંધીનગરમાં હિન્દુ - જૈન ધર્મના પવિત્ર તહેવારો રામનવમી, મહાવીર જયંતી, હનુમાન જયંતીનાં દિને તમામ કતલખાનાઓ અને માંસ મટનનું વેચાણ કરતી હાટડીઓ બંધ રાખવા માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને આદેશ આપવામાં આવ્યો છે. હિન્દુ અને જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો તા.17 એપ્રિલને બુધવારે રામનવમી, તા.21 એપ્રિલને રવિવારે મહાવીર જયંતિ અને તા. 23ને એપ્રિલ મંગળવારે હનુમાન જયંતિ છે.