ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તા. 12 એપ્રિલથી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. પ્રથમ દિવસે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે 35 ઉમેદવારોએ કોરા ફોર્મ મેળવ્યા છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં રાઇટ ટુ રીકોલ પાર્ટીના ઉમેદવાર રાહુલ ચીમનભાઇ મહેતાએ પોતાનું ફોર્મ ભરીને જમા કરાવ્યું છે.