વ્યારા માં રહેતા પક્ષી પ્રેમી વ્યારામાં અને એની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પક્ષીઓની ફોટોગ્રાફી કરે છે. દરમ્યાન એક વૃક્ષ પર એક અલગ પ્રકારનું બુલબુલ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે બુલબુલનો રંગ ઘેરો બ્રાઉન હોય છે પરંતુ કુદરતી રંગ ની ઉણપ ધરાવતી આ બુલબુલ નો રંગ સફેદ હતો અને જેનું નામ લ્યુસિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ છે. જવલ્લે જ જોવા મળતી આ સફેદ બુલબુલ તાપી જિલ્લામાં પ્રથમ વખત જોવા મળી છે