ઔડાના મકાનધારકોને બાકી હપ્તા ભરવા માટે વ્યાજ માફી સ્કીમ જાહેર કરવામાં આવી હતી.વ્યાજ માફી સ્કીમ હેઠળ ૧૮૪૪ મકાન ધારકોએ લાભ લીધો હતો.ઔડાને કુલ રુપિયા ૫.૯૪ કરોડથી વધુની આવક થવા પામી છે.૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૪ સુધીનો સમય મકાન ધારકોને આપવામાં આવ્યો હતો.વ્યાજ માફી સ્કીમ બાદ પણ જે મકાન ધારકોએ બાકીના હપ્તા ભર્યા નથી તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી એ અંગે લોકસભાની ચૂંટણી બાદ મળનારી ઔડાની બોર્ડ બેઠકમાં નિર્ણય કરાશે.