અમદાવાદ ખાતે આયોજિત સી.એ. સંમેલનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. તેમણે આ પ્રસન્ગે જણાવ્યું હતું કે,આજે ગુજરાતમાં વિશ્વની ટોચની કંપનીઓ રોકાણ કરી રહી છે. ભારતમાં રોકાણ માટે ગુજરાત આજે સૌ કોઇ માટે ફર્સ્ટ ચોઈસ બન્યું છે, જે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપનું જ પરિણામ છે. મને વિશ્વાસ છે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યના ચાર્ટડ એકાઉન્ટન્ટ્સનો રોલ મહત્વપૂર્ણ બની રહેશે.