કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઇવે 8 પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. માળિયાના હરિપર બ્રિજ નજીક પરોઢે 5 વાગ્યે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.હરિપરથી સુરજબારી બ્રિજ સુધીના 10 કિલોમીટરના માર્ગ પર ટ્રાફિકની ગતિ અવરોધાય હતી વાહનોનો ખડકલા લાગ્યા હતા અવાર નવાર આ હાઇવે પર સર્જાતા ટ્રાફિકજામના હલ માટે નક્કર કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે.