ખંભાતના વાડોલા બસ સ્ટેન્ડ પાસે રહેતા જશુબહેન પરમાર ના પતિ કાંતિભાઈ પરમાર કડીયાકામ કરતાં હતાં. કાંતિભાઈના ત્રણ ભાઇમાંથી એક મફતભાઈ બાજુમાં જ પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં 9મી એપ્રિલના રોજ રાત્રિના કાંતિભાઈ ઘરે આવી તેમના ભાભી સવિતાબહેન વિશે બોલ્યાં હતાં. આ વાત સવિતાબહેનનો પુત્ર બળદેવ મફત પરમાર સાંભળી ગયો હતો અને ઘરમાંથી બહાર આવી કાકા સાથે ઝઘડો કર્યો હતો. ઝગડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ભત્રીજા એ કાકા ના મોઢા પર લાકડી ના ફટકા મારતા તેઓ નું ત્યાં જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બળદેવ મફત પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.