અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતી સોસાયટી પાસે વિષ્ણુ ઠાકુર નામના નેપાળી યુવકની કરપીણ હત્યાના બનાવે વિસ્તારમા ચકચાર જગાવી મૂકી છે. ડુપ્લીકેટ આઈકાર્ડ થકી Gpcb અધિકારીની ઓળખ આપી મૃતક યુવક નાણાં પડાવવા પહોંચ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. નાણાં બાબતે યુવકની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જવા પામ્યા છે.