શહેરમાં હાઉસીંગ બોર્ડના મકાનોમાં મૂળ માલિકોની જગ્યાએ ભાડુઆત અને ગેરકાયદે કબ્જેદારો રહેતા હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉછી છે. ત્યારે મ્યુનિ.એ આવા હાઉસીંગના મકાનોમાં ગેરકાયદે વસવાટ મામલે કડક કાર્યવાહી હાથધરી છે. જેમાં ગુરુવારે એસ્ટેટ વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં આવેલા ઇ.ડબલ્યુ.એસ તથા એલ.આઇ.જીની સ્કીમોમાં ગેરકાયદે વપરાશ અંગે ચકાસણી કરાઇ હતી. જેમાં 310 મકાનોમાં બિન-અધિકૃત વસવાટ કરવાનો મામલો બહાર આવતા તમામ મકાનોને સીલ મારી દેવાયા હતા.