અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા પાસેના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને સંપૂર્ણ દુર કરી બ્રિજના સુપર સ્ટ્રકચરને નવેસરથી કો બનાવવા વર્ષ ૨૦૨૩ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશને રિપોર્ટ આપ્યો હતો. એક વર્ષ બાદ પણ હાટકેશ્વર બ્રિજને નવેસરથી બનાવવા અંગે મ્યુનિસિપલ તંત્રમાં તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિ છે. અને સ્થાનિક રહેવાસી તથા વાહનચાલકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે.