રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જે અંતર્ગત આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ર જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીનાં સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે તેવી માગ વધુ ઉગ્ર બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.