સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે,સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે તાપમાન 2 ડિગ્રી ઉંચકાતા પારો 39 ડિગ્રીને પાર થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.જુનાગઢ જિલ્લામાં ધરતી આગ ઓકી રહી છે તની સાથે સાથે 3.6 કિલો મીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા આકાશમાંથી અગનવર્ષા પણ શરૂ થઇ હોય તેમ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.વાદળો વચ્ચે ગરમીનું મોજું ફરી વળતા લોકો પરેશન થયા હતા.