લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોર ટ્રેક્ટર પર બેસીને સભા સ્થળે પહોચતા નજરે પડ્યા હતા. ગેની બેન ઠાકોરના સમર્થકો પણ તેમની સાથે જોડાયા હતા. સાથે ગેનીબેન ઠાકોરે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદપ્રકાશ બાપજી અને જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે ભાજપે બનાસકાંઠા બેઠક પર ડો. રેખા ચૌધરીને ઉતાર્યા છે. રેખા ચૌધરી પણ પોતાના મત વિસ્તારમાં સતત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.