મિલેટ્સ અનાજની માંગ બજારમાં દિવસે દિવસે વધી રહી છે. સરકાર પણ મિલેટસને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે મિલેટ્સમાં સમાવેશ બાજરી, જુવાર, મકાઇ સહિતન પાકના વાવેતરમાં વધારો થયો છે. આણંદ જિલ્લામાં 15 દિવસ અગાઉ ઉનાળુ પાક સૌથી વધુ ડાંગરનું વાવેતર 9131 હેક્ટર, બાજરીનું વાવેતર 9007 હેક્ટર, શાકભાજીનું વાવેતર 5361 હેક્ટર અને ઘાસચારાનું વાવેતર 5996 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે 100 હેક્ટરમાં કઠોળના પાકનું વાવેતર થયું છે. ઉનાળુ પાકનું હાલ 73211 હેક્ટરમાં વાવેતર થયું છે. છેલ્લાં ત્રણ વર્ષની સરખામણી એ આ વખતે 8 હજાર હેક્ટર જમીનમાં વાવેતર વધ્યું છે.