ખાનગી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટને અજાણ્યા શખ્સોએ ફોન કરી પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી તેમના નામે ખોટા બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. એકાઉન્ટ મની લોન્ડ્રીગ અને આતંકવાદી ફંડ માટે વપરાતા હોવાનું કહીને સ્કાયપ દ્વારા વાતચીત કરી તેમને ડરાવી બે અલગ-અલગ ટ્રાન્જેક્શન કરાવી 1.15 કરોડ રૂપિયા પડાવી લીધા છે. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમે આ ઘટનામાં 13 આરોપીની ધરપકડ કરી છે.