અમદાવાદ સહિત રાજ્યમાં 7 મેએ મતદાન થવાનું છે. સોમવારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે 4.45 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. 2019માં તેમણે કરેલા સોગંદનામામાં કુલ સંપત્તિ 8.64 કરોડ દર્શાવાઈ હતી. આમ પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 16 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન હસમુખ પટેલનાં પત્નીની સંપત્તિમાં 114 ટકાનો વધારો થયો છે. 2019માં તેમનાં પત્નીની કુલ સંપત્તિ 1.54 કરોડ હતો. જે વધીને 3.28 કરોડ થઈ છે.