વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર ગતરોજ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટ સમક્ષ DPR અને શરતો ના મૂકાતા કોર્ટે VMCને ખખડાવીને કહ્યું હતું કે, શું તેઓ કોર્ટ સમક્ષ મજાક કરે છે? વળી આ સંપૂર્ણ ઘટનામાં ઓફિસરો અને તેના મળતિયાઓ સંકળાયેલા હોવા છત્તા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાતા કોર્ટે VMCની ઝાટકણી કાઢી હતી. વધુમાં કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ 2016થી અત્યાર સુધીના મ્યુનિસિપલ કમિશનર સામે તપાસના આદેશ આપી શકે છે.