અંબાજી મંદિરમાં આજે આઠમા નોરતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા અને મંગળા આરતીનો લાભ લીધો હતો. ચૈત્રી નવરાત્રિના દિવસોમાં ભક્તો શકિતપીઠના દર્શન કરવા આવી રહ્યા છે. આજે ચૈત્રી નવરાત્રિની આઠમને લઈને આજે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.