ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલ ત્રણ તળાવ તળિયાઝાટક બન્યા છે. ગામમાં ત્રણ-ત્રણ તળાવ પાણી વગરના હોવાના કારણે ગામમાં પાણીની માંગ ઉઠી છે. હજુ ઉનાળાની શરૂઆતમાં આ પરિસ્થિતિ છે તો આગામી સમયમાં પાણી માટેની પરિસ્થિતિ બદતર થાય તેવી દહેશત ગ્રામજનો સેવી રહ્યા છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે બીજા તળાવની જેમ અમારા ગામના પણ તળાવો નર્મદા નીરથી ભરવામાં આવે તો ગામની પાણીની સમસ્યા પૂર્ણ થાય તે માટે સરકારને અરજ કરવામાં આવે છે.