લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા જિલ્લામાંથી 14886 કર્મચારી-અધિકારીઓએ પોસ્ટલ મતદાન માટે ફોર્મ ભર્યા છે. જેમાં સૌથી વધુ 5445 ફોર્મ મહેસાણા વિધાનસભા બેઠકમાંથી ફોર્મ ભરાયા છે. જ્યારે સૌથી ઓછા 1300 ફોર્મ બહુચરાજી બેઠકમાંથી ભરાયા છે. બીજી બાજુ મતદાનના દિવસે કોઇપણ કારણસર હાજર ન રહી શકનાર અથવા બિમારીના કારણે મતદાન સ્થળે હાજર ન રહી શકનારા એવા 535 એ ઇ-મતદાન માટેના ફોર્મ સાત બેઠકમાં ભરાયા છે.