ઊંઝાના કામલી ગામમાં દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે કામલી ગામમાં પરંપરાગત રીતે શુકનનો મેળો ભરાય છે. આ પરંપરા ઇન્દ્રદેવને રીઝવવા માટે તથા ભાવિ વર્ષના એંધાણ માટે માતાજી પાસે શુકન મેળવવા માટે ઘણા વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. આવનારું વર્ષ ખેડૂતો માટે કેવું જશે એ નક્કી કરવામાં આવે છે તેમજ ગણા સમયથી ચાલતી આવતી પરંપરાને જોવા માટે આજુબાજુ ગામડાઓમાંથી લોકો ઉત્સાહથી આવે છે.