સોનગઢ જેવાં આદિવાસી વસતિ ધરાવતાં તાલુકામાં અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગાળકુવા ગામના દાદરી ફળિયામાં એક કાચા મકાનમાં ગામના યુવકો દ્વારા શાળામાં ભણતાં બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતું સાથે લાઈબ્રેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિનામૂલ્યે ચલાવવામાં આવતી આ રાત્રી લાઈબ્રેરી આદિવાસી બાળકો અને યુવકો માટે આશીર્વાદ રૂપ બની રહી છે.