ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. શુક્રવારના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ સોમવારના રોજ કચેરી ખુલતાની સાથે સવારે 11 વાગ્યાથી ચુંટણી લડવા ઇચ્છુક લોકો ફોર્મ લેવા માટે આવ્યાં હતાં. કલેકટર કચેરીમાંથી 25 ફોર્મનો ઉપાડ થયો હતો. આમ આદમી પાર્ટીમાંથી 02, ભારતીય આદિવાસી પાર્ટીમાંથી 02, જેડીયુમાંથી 01, બીએસપીમાંથી 01 અને અપક્ષમાંથી 18 ફોર્મ લેવાયા હતાં.