નર્મદા મૈૈયાની પંચકોશી પરિક્રમા ચાલી રહી છે ત્યારે શહેરાવથી તિલકવાડા વચ્ચે નદીમાં હંગામી પુલ બનીને તૈયાર છે પણ હવે તેને ચાલુ કરવા માટે તંત્રની પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમામાં આગામી દિવસોમાં રોજના હજારોની જનમેદની ઉમટી પડવાની છે. પંચકોશી પરિક્રમા દરમિયાન શહેરાવ અને રેંગણ ઘાટ પાસે નદી પાર કરવી પડતી હોય છે.