આદ્યશક્તિની ઉપાસના તેમજ આરાધના માટેના ચૈત્રી નવરાત્રી પર્વને લઈને કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના સ્થાનક માતાનામઢમાં સાતમા નોરતે મોડી રાત્રે માતાજીના જયઘોષ સાથે હવનમાં બીડું હોમાયું હતું.જગદંબા પૂજન સાથે યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે હોમ હવનની ધાર્મિક વિધિનો આરંભ થયા બાદ મોડીરાત્રે મોટી સંખ્યામાં ઉપસ્થિત માઇ ભક્તોએ બોલાવેલા માતાજીના જય ઘોષ સાથે જાગીર અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજાબાવાએ બીડું હોમ્યું હતું.