નવસારી લોકસભા બેઠકના ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ 18 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણાં મંત્રી સહિત પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી જનમેદની સાથે નવસારી કલેક્ટરાલય ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપે ચોથીવાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ઉપર પસંદગી ઉતારી છે. જેમાં અંદાજે 20 હજાર મહિલાઓ માથે કેસરી સાફો પહેરીને રેલીમાં જોડાશે. જેની સાથે જ 6 જગ્યાએ ડીજે અને ઢોલ, નગારા, તાસ જેવા વાજિંત્રોના સથવારે રેલી આગળ વધશે.