વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વિખરાવા સાથે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગરમ પવન ફૂંકાવાના શરૂ થયા છે. શહેરનું મહત્તમ તાપમાન મંગળવારે 41 ડિગ્રી વટાવી 41.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. શહેરોમાં ડામરના રોડ, વાહનોના ધુમાડા, મોટી સંખ્યામાં ચાલતા એસી તેમજ કાચની દીવાલો ધરાવતી અસંખ્ય બિલ્ડિંગોને કારણે ગરમી હોય તેના કરતાં પણ વધુ અનુભવાય છે. મ્યુનિ.ના આંકડા અનુસાર 15 દિવસમાં 3230 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી