આજે રામ જન્મ જયંતી નિમિત્તે શહેરના જગન્નાથ મંદિર, નિકોલ રામજી મંદિર, પાલડી જલારામ મંદિર, મેમનગર ગુરુકુળ મંદિર, ઇસ્કોન મંદિર, ભાડજ હરે ક્રિષ્ના મંદિર જેવા મંદિરમાં શોભાયાત્રાની સાથે સાથે વિશેષ કાર્યક્રમ યોજાશે. ત્યારે નિકોલમાં આવેલા રામ મંદિરમાં દ્વારા રામ મહોત્સવ માટે અનોખો કાર્યક્રમ યોજશે. 147 વર્ષથી જગન્નાથ મંદિરથી રથયાત્રા કાઢવામાં આવે છે, પરંતુ આ વર્ષથી નિકોલના રામજી મંદિરથી દર વર્ષે રામયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રામાં કુલ 3 રથમાં ભગવાન બિરાજમાન થશે, જેમાં પ્રથમ રથમાં રામજી, બીજા રથમાં કાશીવિશ્વનાથ મહાદેવજી, અને અંતિમ રથમાં મથુરા-વૃંદાવનથી રાધા-કૃષ્ણ બિરાજમાન થશે,