ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં 15 ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ મંગળવારે ભર્યા હતા.જેમાં અપક્ષ, ઇન્ડિયન નેશનલ કોગ્રેસ, રાઇટ ટુ રિકોલ પાર્ટી, ગુંજ સત્યની જનતા પાર્ટી, અખિલ ભારતીય પરિવાર પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય દળ, આપકી આવાઝ પાર્ટીનો સમાવેશ થાય છે.