બાયડ તાલુકાના આંબલિયારા પોલીસસ્ટેશન વિસ્તારના નવા ઉન્ટરડા ગામે નિવૃત્ત શિક્ષક વિષ્ણુ પ્રજાપતિ અને તેના પત્ની લક્ષ્મી પ્રજાપતિ રહેતા હતા. સવારે મોડા સુધી ઘરનું બારણું ના ખોલતા પાડોશીએ બારીમાંથી નજર કરી તો લક્ષ્મીબેનનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં અને ગળું કપાયેલી હાલતમાં જોવા મળ્યું હતું. જ્યારે નિવૃત્ત શિક્ષક વિષ્ણુ પ્રજાપતિનો મૃતદેહ ઘરમાં જ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો પોલીસે ઘટનાસ્થળે આવીને જોયું તો લક્ષ્મીબેનના મૃતદેહ પાસે ગ્રાઈન્ડર મશીન લોહીવાળું પડેલું હતું અને વિષ્ણુભાઈ પણ લટકતી હાલતમાં હતા. જેથી અનુમાન કરી શકાય કે વિષ્ણુ પ્રજાપતિએ પહેલાં તેમની પત્નીનું ગ્રાઇન્ડર મશીનથી ગળું કાપીને હત્યા કરી બાદમાં પોતે પણ લટકીને જીવન ટૂંકાવી દીધું હતું.