ડીસા નગરપાલિકામાં અરજદારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે નગરપાલિકામાં કામ કરતા ક્લાર્ક નારણભાઈ સોલંકી અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ભાવિકભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. જે બંનેએ લગ્ન પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાંચ લાગી હતી. જે મામલે અરજદારે બનાસકાંઠાની પાલનપુર ખાતે આવેલી એસીબીની ઓફિસે રજૂઆત કરી હતી. એસીબીની ટીમે બન્ને કર્મચારીઓને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી