ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને ફોર્મ ભરવા રાજસ્થાનના મુખ્યમંત્રી પણ પાલનપુર આવ્યા હતા. દરમિયાન ડૉ. રેખાબેને જે મિલકત સંબંધી સોગંદનામુ જાહેર કર્યું હતું તેમાં ઉમેદવાર રેખાબેને 7.46 લાખની લોન દર્શાવી હતી જ્યારે પતિ હિતેશ ચૌધરીને 54.48 લાખની લોન હોવાનું જણાવ્યું હતું. રેખાબેન એ પતિ હિતેશભાઈ ચૌધરી સાથે મળીને કુલ સ્થાવર જંગમ 6.65 કરોડની મિલકત દર્શાવી છે.