16મી જૂન 1994 દરમ્યાન સાંબેલાધાર વરસાદ પડતા ધારોલી અમરાવતી નદીનો પુલ કડડભૂસ થઈ તૂટી તણાય ગયો હતો. અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ થઈને ઝઘડિયા જીઆઇડીસીમાંથી ધારોલી અમરાવતી નદીના પુલથી પસાર થતો રસ્તો અંકલેશ્વર મહારાષ્ટ્ર જતા રસ્તાને જોડતો મુખ્ય રસ્તો છે તેમ છતાં તેની વર્ષોથી ઉપેક્ષા થઈ રહી છે.