ભાવનગરના કરચલીયાપરામા આવેલ ચીમનલાલના ચોકમાં રહેતો હિતેન ઉર્ફે ગોમુ કાવા ચૌહાણ બુલેટ બાઈક લઈ ફરતો હતો,અને મામાકોઠા રોડપર રહેતા કુમાર રાજુ ટેભાણીના ઘર સામેની જયારે જયારે બાઈક લઈને પસાર થતો હોય તે વેળાએ બાઈક રેસ કરતો હતો દરમિયાન કુમારે હિતેનને તેના ઘર પાસે બાઈક ન ગજવવા તથા તેની માતા-બેન સામે ન જોવા ચેતવણી આપી હતી.જેની દાઝ રાખી પિતા-પુત્રએ ઝઘડો કરી યુવાન પર છરીના ઘા ઝીંક્યા હતા.જે અંગે ભાવનગર ગંગાજળિયા પોલીસ માઠાકામ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.