આણંદ નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે શહેરના સ્ટેશન રોડ ,ટુંકી ગલી સહિત સુપરમાર્કેટ વિસ્તારમાં દુકાનો બહાર રાહદારીઓની અવરજવર માટે ફૂટપાથ તૈયાર કર્યો છે. પરંતુ દુકાનદારો ફૂટપાથ પર પોતાની સાધનસામગ્રી મુકી દેતા હોઇ રાહદારીઓેને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે કેટલીય વાર ટ્રાફિક જામની સ્થિતી સર્જાતી હોવાથી દુકાનદારો અને વાહનચાલકો સાથે તુ તુ મે મેના પણ બનાવો બનતાં હોય છે. ત્યારે આણંદ નગરપાલિકા દબાણ વિભાગ વહેલી તકે દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દબાણો દૂર કરી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.