અમદાવાદ શહેરમાં હવા અને અન્ય પ્રદૂષણને લઇને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હવા પ્રદૂષણના પ્રમાણમાં અંદાજિત 16 ટકા જેટલું પ્રદૂષણ બાંધકામ સાઈટોના કારણે થઈ રહ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. બાંધકામ સાઈટો ઉપર રીયલ ટાઈમ ડસ્ટ સેન્સર અને CCTV લગાવવા તેમજ તેનું સીધું મોનિટરિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કરવામાં આવે, જેથી હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય. હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા બાંધકામ સાઈટો ઉપર જરૂરી પગલાં ભરવામાં આવશે