અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજરોજ સાંજે યોજાનાર દિલ્હી અને ગુજરાતની IPL મેચ શરૂ થવાના પહેલાં જ પ્રેક્ષકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપી દેવામાં આવ્યો છે, દરેક પ્રેક્ષકને ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મેચ જોવા માટે ક્રિકેટરસિયા ઉત્સાહિત છે, બપોરના બે વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી જનપથ ટીથી મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટ તથા કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.