અંબાજી ખાતે ગતરોજ રામનવમીના પવિત્ર દિવસે અંબાજી રામ મંદિરથી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા ડીજે, નાસિક ઢોલ, બગી સાથે અંબાજીના બજારમાં નીકળી હતી. ભગવા રેલીમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. અંબાજી ખાતે હાઈવે માર્ગ ઉપર ભગવાન રામનું રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. અંબાજી ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં નાના બાળકો પણ વાનર બની જઈ શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા.