બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ ચૂંટણીને ધ્યાને રાખી કોઈ ગેરકાયદે હેરાફેરી ન થાય તે માટે વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન એક ક્રેટા ગાડીમાંથી 1.07 કરોડથી વધુનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે કુલ 1.16 કરોડનો મુદ્દામાલ કબજે લઈ ત્રણની અટકાયત કરી છે. જેમાં જામનગરના રહેવાસી ઇસરાકભાઈ બલોચ , સોહેલ સિંધી અને અસલમભાઈ દરજાદા નો સમાવેશ થાય છે.