વલસાડમાં તાપમાનનો પારો સતત બે દિવસથી ઉંચો રહેતાં ગરમ હવામાનના કારણે મરઘાંને અસર પહોંચી રહી છે. વલસાડ જિલ્લામાં બે દિવસથી 41 ડીગ્રીના તાપમાન સાથે કાળઝાળ ગરમીના કારણે બુધવારે વલસાડ તાલુકાના વેલવાચ ગામે પોલ્ટ્રી ફાર્મમાં 400થી વધુ મરઘાના મોત થયા હતા.આ બનાવના એક દિવસ અગાઉ મંગળવારે વલસાડ તાલુકાના શંકરતળાવ ગામની બામખાડીમાં 100 જેટલા મૃત મરઘાં તણાતાં મળી આવ્યા હતા.જો કે આ મરઘાં ખાડીમાં ક્યાંથી આવ્યા તે બાબતે કોઇ જાણકારી તંત્રને મળી નથી.