મા નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન શહેરાવ પાસે બનાવેલાં હંગામી બ્રિજ પરથી 24 કલાકમાં 15 હજાર જેટલાં શ્રધ્ધાળુઓ પસાર થયાં છે. બીજી તરફ નર્મદા કલેકટર અને પ્રોબેશન કલેકટર સહિતના અધિકારીઓએ પણ પંચકોશી પરિક્રમા કરી હતી. પંચકોશી પરિક્રમાને એક સપ્તાહનો સમય વીત્યો છે પણ સુવિધાઓ બાબતે હજી કોઇ ફરિયાદ ઉઠી નથી. ગત વર્ષે ફેલાયેલી અરાજકતા બાદ ચાલુ વર્ષે તંત્રએ સુવિધાઓ વધારી છે.