સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમી કહેર મચાવી રહી છે,પારો 40ને પાર રહેતા સૌરાષ્ટ્રવાસી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,ખાસ કરીને ભાવનગરમાં ભારે ગરમી મોજું પ્રસરી વળ્યું છે,આકાશમાંથી સૂર્યદેવ અગનગોળા વરસાવી રહ્યો છે.ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યું છે.ભીષણ ગરમીની સાથે સાથે ગરમ પવન ફુંકાતા તન દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.