ચરોતરમાં બે દિવસ થી વાદળો હટી જતાં મેદાની પ્રદેશના ગરમ પવનોનું જોર શરૂ થતાં બે દિવસ દરમિયાન લૂ લાગવાના અને બેભાન થવાના આણંદ નડિયાદ સહિત જિલ્લામાં 30થી વધુ કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેરમાં 5 અને નડિયાદ શહેરમાં 4 કેસ ગરમીમાં બેભાન થવાના નોંધાયા છે.ત્યારે બુધવારે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી બે દિવસ દરમિયાન પારો 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં યલો એલર્ટ પર તાપમાન રહેવાની વકી છે. જ્યારે ચરોતરમાં મૂર્છીત થવાના 70 કેસ નોંધાયા છે. ગરમીને કારણે બેભાન થવાના મંગળવાર અને બુધવારે આણંદ શહેરમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નડિયાદ શહેરમાં 6 અને જિલ્લામાં 4 કેસ નોંધાયા છે.