શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલા સદાશીવ મહાદેવ મંદિર પાસે કેટલાંક શખ્સોએ આઠમની ધાર્મિક વિધીના નામે બે અબોલ પશુઓની બલી ચઢાવી હોવાની ઘટના બની છે. જે અગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે. એનીમલ વેલફેર સંસ્થાને બાતમી મળી હતી કે ચૈત્ર મહિનાની આઠમે ધાર્મિક વિધીના નામે પશુઓની બલી ચઢાવવામાં આવે છે. જેમાં બે બકરાના માથાને વિધીમાં મુકેલા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસે એક મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.